- Candy Crush Saga દુનિયાની સફળ ગેમ્સમાંની એક બની છે
- ખાસ કરીને આ ગેમ યુવાનોમાં ફેવરીટ છે
જો તમે કેન્ડી ક્રશ ગેમ રવાનાં શોખિન છો તો તમારા માટે આ ખુશખબર હોઈ શકે છે. માઈક્રોસોફ્ટે તેની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10માં આ ગેમ પહેલેથી જ ઈન્સ્ટોલ કરીને આપી રહ્યું છે એટલે કે એકદમ ફ્રી...
ઉલ્લેખનીય છે કે Candy Crush Saga દુનિયાની સફળ ગેમ્સમાની એક બની ગઈ છે. આ ઉપરાંત ખાસ કરીને આ ગેમ યુવાનોમાં ફેવરીટ બની છે. તેનું મહત્વને જોતા માઈક્રોસોફ્ટે પોતાની ઓલરાઉન્ડર ઓએસ વિન્ડોઝ 10માં તેને ફ્રી આપી રહ્યા છે. માઈક્રોસોફ્ટે તેની જાણકારી બ્લોગ દ્વારા આપી છે.
ઉલ્લેખનીય છે કે Candy Crush Saga માટે Windows Phone ઓએસવાળા યુઝર્સે બે વર્ષ રાહ જોવી પડી હતી. પરંતુ હવે Windows 10 પર આ પહેલેથી જ ઈન્સ્ટોલ્ડ મળશે. માઈક્રોસોફ્ટ પ્રમાણ Candy Crush Saga Windows 10માં આવતી ઘણી બધી કિંગ ગેમ્સમાં પહેલી ગેમ છે. આ ઉપરાંત Windows 10 પર રમનારા યુઝર્સ આ ગેમ એપ્પલ આઈઓએસ અને ગૂગલ એન્ડ્રોઈડનાં પ્લેયર્સની વિરોધમાં રમી શકે છે.
0 comments:
Post a Comment
GIVE A COMMENT