સ્પોર્ટ્સ ડેસ્કઃ IPL-9 ની ઑપનિંગ મેચ વર્ષ 2015ની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી પુણે સુપરજાયન્ટસ વચ્ચે રમાશે. મેચ મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7: 30 કલાકે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા છે તો સામે રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટસનું સુકાન સંભાળી રહેલા વર્લ્ડનાં બેસ્ટ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની છે. જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિમાં બન્ને ટીમો વચ્ચેનો જોરદાર મુકાબલો જોવા મળશે.
મુંબઈ માટેની સૌથી મોટી કમજોરી
- મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કપ્તાનીમાં 2013 અને 2015માં કપ જીત્યો છે. એટલે મુંબઈની ટીમ આ વખતે કપને બચાવવા માટે મેદાને ઉતરશે
- રોહિત માટેની સૌથી મોટી કમજોરી લસિથ મલિંગાની ફિટનેશ
- તે ઈજાને કારણે પ્રથમ 5 મેચમાં બહાર રહેશે
- જોકે મુંબઈ પાસે સાઉડી, બુમરાહ, કોરી એન્ડરસન જેવા ફાસ્ટ બોલર્સ પણ છે
- બીજી તરફ મુંબઈ બેટિંગમાં મજબૂત જણાઈ રહી છે. ટીમમાં પોલાર્ડ, સિમન્સ, રાયડુ અને પાર્થિવ સિવાય કપ્તાન રોહિત પોતે જ જબરજસ્ત બેટ્સમેન છે
.
પુણેની મજબુતી
- ધોની, કેવિન પીટરસન, ફાક ડુ પ્લેસિસ અને સ્ટીવન સ્મીથ, ફૉક ડૂ પ્લેસિસ જેવા દિગ્ગજ બેટ્સમેન તેમની સાથે છે.
- ધોનીનાં નજીકનાં ગણાતા આર. અશ્વિન સ્પિન બૉલિંગની જવાબદારી સંભાળશે
- મિશેલ માર્શ, અજીંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા ખેલાડી પુણેની ટીમને મબજુતી પુરી પાડશે.
- ધોની CSKને 2010માં અને 2011માં ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. હવે પુણેની ટીમ ઉપર દાવ લગાવશે.
બન્ને ટીમનાં ખેલાડીઓ
રાઈજિંગ પૂણે સુપર જાયન્ટ્સ
બેટ્સમેનઃ અજિંક્ય રહાણે, કેવિન પીટરસન, ફૉક ડુ પ્લેસિસ, એલ્બી મૉર્કલ, સૌરભ તિવારી
ઑલરાઉન્ડરઃ સ્ટીવન સ્મિથ, મિશેલ માર્શલ, ઈરફાન પઠાણ, થિસારા પરેરા, રજત ભાટિયા, દીપક ચહર, બાબા અપરાજીત, અંકિત શર્મા.
બૉલરઃ આર. અશ્વિન, એમ. અશ્વિન, ઈશાંત શર્મા, અશોક ડિંડા, સ્કૉટ બોલૈંડ, આર.પી. સિંહ, એડમ જાંપા, ઈશ્વર પાંડે, જશકરન સિંહ.
વિકેટકિપરઃ એમએસ ધોની(કેપ્ટન), પીટર હૈંગ્સકૉમ્બ, અંકુશ બૈંસ
મુંબઈ ઇન્ડિયન્સ
બેટ્સમેનઃ રોહિત શર્મા(કેપ્ટન), અંબાતી રાયડૂ, ઉન્મુક્ત ચંદ
ઑલરાઉન્ડરઃ કોરી એંડરસન, કિરન પૉલાર્ડ, હાર્દિક પંડ્યા, કુનાલ પંડ્યા, કિશોર કામથ, દિપક પુનિયા.
બૉલરઃ હરભજનસિંહ, લસિથ મલિંગા, લેંડિસ સિમંસ, મિશેલ મૈક્લિંઘન, આર. વિનયકુમાર, નાથૂ સિંહ, ટિમ સાઉદી, જસપ્રિત બુમરાહ, અજય વાખરે, જગદીશ સુચિત, નિતીશ રાણા, શ્રેયષ ગોપાલ, સિદ્ધેશ લાડ, મર્ચંટ ડી લાંગે.
વિકેટકિપરઃ પાર્થિવ પટેલ, જોસ બટલર, જીતેશ શર્મા